દેશ-વિદેશ
News of Monday, 27th July 2020

કોરોનાની મહામારી વચ્ચે ઈંગ્લેન્ડમાં પ્રથમવાર દર્શકોની હાજરીમાં ખેલ ટુર્નામેન્ટ યોજાયો

નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારી વચ્ચે ઈંગ્લેન્ડમાં પહેલી વાર રવિવારે ખેલ ટુર્નામેન્ટ દર્શકોની હાજરીમાં રમાઈ હતી. ધી ઓવેલમાં સરે અને મિડલસેકસ વચ્ચે મૈત્રી ક્રિકેટ મેચને દર્શકોએ પુરેપુરી એન્જોય કરી હતી.

             અલબત, આ મેચમાં કોઈ આંતરરાષ્ટ્રીય મુકાબલો નહોતો તેમ છતાં તેની મજા માણવામાં કોઈ કમી નહોતી આવી. ઓકટોબરમાં સ્ટેડીયમોને વ્યાપક રૂપે ખોલવાની યોજના અંતર્ગત કોરોના રોકવા સુરક્ષાને લગતા પગલાનું પણ આ દરમિયાન પરીક્ષણ કરાયું હતું.

(6:39 pm IST)