દેશ-વિદેશ
News of Monday, 27th July 2020

સુડાનમાં થયેલ હુમલામાં 60 લોકોના મૃત્યુ થતા અરેરાટી મચી જવા પામી

નવી દિલ્હી:સુડાનના પશ્ચિમી દરફૂર પ્રાંતમાં થયેલ એક હુમલામાં 60 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. તેમજ અન્ય 60 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે જેના પછી પ્રધાનમંત્રી અબ્દુલ્લા હમદકે દેશમાં તાત્કાલિક પરિસ્થિતિની ઘોષણા કરી છે.

      વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સુડાનના એક માસ્ટરી ગામમાં થયેલ હુમલામાં 60થી વધારે લોકોને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં  આવ્યા છે તેમજ 60 લોકોએ ઘટનાસ્થળેજ દમ તોડી દીધા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:36 pm IST)