દેશ-વિદેશ
News of Monday, 27th July 2020

અમેરિકાના વિસ્કોનીસનમાં બે જીગરી દોસ્તોને એક સાથે લાગી લોટરી

નવી દિલ્હી: અમેરિકાના વિસ્કોન્સિનમાં ટોમ કુક અને જોસેફ ફીની નામના બે જિગરી દોસ્તોએ પોતાનું નસીબ અજમાવવા માટે લોટરીની ટિકીટ ખરીદવાનું શરૂ કર્યું ત્યારે નકકી કરેલું કે બેમાંથી કોઈને પણ જે દિવસે લોટરી લાગશે તો તેઓ શેર કરશે. એમ જ ઈન્ફોર્મલ વાતોમાં જ નકકી થયેલી વાતો વર્ષોના વહાણાં વીત્યે ભુલાઈ જાય એવું સંભવ હતું કેમકે બન્ને દોસ્તો જુદા-જુદા શહેરમાં રહેવા લાગ્યા હતા. જો કે લગભગ 28 વર્ષ બાદ ટીમ કુકને લોટરી લાગી.

            આ લોટરી પણ કેવી, કરોડોમાં એકને લાગે એવી. પાવરબોલ જેકપોટ લગભગ 2920 લાખ કિસ્સામાં એકાદ વાર લાગે છે જે ટીમને લાગી અને એમાં તેને બાવીસ મીલીયન ડોલર એટલે કે લગભગ 1.64 અબજ રૂપિયાનો જેકપોટ લાગ્યો હતો. આટલી મોટી લોટરી લાગી હોવા છતાં ટીમ વર્ષો પહેલાંનું પોતાનું પ્રોમીસ ભુલ્યો નહીં. તેને પોતાના દોસ્ત જોસેફને બોલાવીને અડધોઅડધ ઈનામ શેર કર્યું હતું.

(6:35 pm IST)