દેશ-વિદેશ
News of Monday, 27th July 2020

ઓએમજી..... ઇંડોનેશિયામાં મહિલાએ સગર્ભાવસ્થાથી દોઢ કલાકમાં બાળકને જન્મ આપતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો

નવી દિલ્હી: સામાન્ય રીતે માનવજાતિમાં 9 મહિનાની સગર્ભાવસ્થા પછી બાળક અવતરે છે પરંતુ ઇન્ડોનિેશિયાની એક મહિલાએ સગર્ભાવસ્થાનાં લક્ષણોનો અહેસાસ થયા પછી ફકત દોઢ કલાકમાં બાળકને જન્મ આપ્યો હોવાનો દાવો કર્યો છે. એ ઘટના વિવાદ અને પંચાતનો વિષય બની હોવા ઉપરાંત ડોકટરો માટે પણ એ વિસ્મયરૂપ બાબત છે. એ ચમત્કારિક બનાવ વિશે જાણવા આખા ઇન્ડોનેશિયાના ડોકટરો હેનીને મળવા જઇ રહયા છે પરંતુ તેના પરિવારના સભ્યો હેનીને માનસિક ત્રાસ ન થાય એની તકેદારી રાખવા અને પ્રાઇવસી જાળવવા પ્રયત્નશીલ છે.

            ઇન્ડોનેશિયાના તસિકમાલિયા વિસ્તારમાં રહેતી 30 વર્ષની મહિલા હેની નૂરાનીએ એવો દાવો કર્યો હતો કે 18 જુલાઇને રાતે મારું પેટ અચાનક ફૂલવા માંડયું અને મને પેટમાં ધીમો-ધીમો દુખાવો થવા માંડયો હતો. અગાઉ બે બાળકોને જન્મ આપ્યો હોવાથી પ્રસુતિની પીડાનો પરિચય હોવાથી મને ખ્યાલ આવ્યો કે આ તો બાળકના જન્મ સમયે થતી હોય એવી પીડા છે.

(6:37 pm IST)