દેશ-વિદેશ
News of Monday, 27th July 2020

મોબાઇલ ટાઇપિંગની આદતે મહિલાને વિકલાંગ બનાવીઃ કપાવવા પડયા હાથ

હથેળીમાં આવેલો સોજો કેન્સરમાં ફેરવાયોઃ અંતે હાથ કાપવાની નોબત આવી

ડબલિન, તા.૨૭: ટેકનોલોજીના ઉન્નતિકાળ સમાજને આધુનિક સવલતો પ્રદાન કરી રહ્યો છે, પરંતુ સુવિધાઓનો અતિશિયોકત ઉપયોગ માનવજાતને નુકસાન પણ પહોંચાડી રહ્યો છે.

તાજેતરમાં સામે આવેલો કિસ્સો મોબાઇલ ફોન સાથે જોડાયેલો છે. હાલના સમયમાં જયાં મોબાઇન માનવી શરીરના અંગ સમાન બની ગયો છે. એવામાં તેના વધુ પડતા ઉપયોગને લીધે આયરલેન્ડની એક મહિલા તેનો હાથ કપાવવા મજબૂર બની હતી. મોબાઇલ ફોન પર સતત ટાઇપિંગ કરવાની આદતથી મજબૂર મહિલાની હથેળીમાં સામાન્ય સોજો આવ્યો હતો. પરંતુ આદતથી મજબૂર મહિલાએ લાંબા સમય સુધી તેની અવગણના કરતા મોબાઇલ ઉપયોગ ચાલુ રાખ્યો.

આશરે એક વર્ષ પછી પણ સોજો યથાવત રહેતા તેણે ડોકટર પાસે જવાની ફરજ પડી હતી. જયાં હથેળીમાં સોજાના ભાગે કેન્સર થયુ હોવાનો ખુલાસો થયો હતો, આ પાછળનું કારણ મોબાઇલ પર ટાઇપિંગ હતું. ડોકટરના કહેવા મુજબ હાથમાં કેન્સર, સોજાના લીધે થયુ હતું અને વધીને શરીરમાં ફેલાઇ રહ્યુ છે જેને અટકાવવા માટે તેણે હાથ કપાવવો પડશે.

આયરલેન્ડની ૩૫ વર્ષની મહિલાએ જીવ બચાવવા માટે હાથ કપાવી લીધો હતો. તેના મુજબ શરીરમાં આવતા ફેરફારોની અવગણના ન કરવી જોઇએ.

(10:11 am IST)