દેશ-વિદેશ
News of Monday, 27th June 2022

આ યુટ્યૂબરે 6.8 સેકેન્ડમાં 1 લીટર માઉન્ટેન ડ્યું પી રહ્યો ઇતિહાસ

નવી દિલ્હી: આજકાલ દુનિયામાં લોકો પ્રખ્યાત થવા માટે કંઇ પણ કરવા માટે રેડી હોય છે. જો તમને કોઇ 500 મિલી સોડા અથવા કોલ્ડ ડ્રિંક પીવા માટે આપવામાં આવે તો તમે તેને પીવા માટે કેટલો સમય લેશો? આ સવાલ એટલા માટે કારણ કે, એક વ્યક્તિએ 1 લીટર માઉન્ટેન ડ્યૂ અમુક સેકન્ડ્સમાં જ પીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. આપણે જે વિચારી પણ ન શકીએ તે એક વ્યક્તિએ કરી બતાવ્યૂ છે. કોઇ પણ કામ કરવા માટે તમારે પ્રેક્ટીસની જરુર હોય છે. આજ બાબતને અનુસરીને આ વખતે એરિક 'બેડલેન્ડ્સ' બુકર નામના યુટ્યુબરે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એરિકે સેકન્ડોમાં 1 લિટર માઉન્ટેન ડ્યુ પી ગયો હતો. ગિનીસ વર્લ્ડ રેકોર્ડની વેબસાઇટ અનુસાર, બેડલેન્ડ્સે માપવાવાળા કપથી 1 લિટર માઉન્ટેન ડ્યૂ  માત્ર 6.80 સેકન્ડમાં પી લીધુ હતું. આ રેકોર્ડ બનાવતા પહેલા, એરિકે કહ્યું કે, મને આશા છે કે, હું આ કામને નવ સેકન્ડમાં પૂર્ણ કરીશ." એક પ્રોફેશનલ ઇટર, મેજર લીગ ઈટિંગમાં 23મા ક્રમે છે, તેમણે અગાઉ 18.45 સેકન્ડમાં બે લીટર સોડા પીને સૌથી ઓછા સમયમાં સોડા પીવાનો રેકોર્ડ પોતાને નામે કર્યો હતો.  24 જૂનના રોજ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવેલ એરિકના આ વીડિયોને અત્યાર સુધીમાં 60,000થી વધુ વ્યૂજ મળી ચૂક્યાં છે. 

(6:45 pm IST)