દેશ-વિદેશ
News of Saturday, 27th June 2020

કોરોના કાળમાં પણ ગરમીથી બચવા યુકેમાં લોકો ટોળામાં બીચ પર ઉમટી પડ્યા

નવી દિલ્હી:  યુકેમાં આજે સૌથી ગરમ દિવસ હોવાથી લોકોના ટોળાં બીચ પર ઉમટી પડતાં સોશ્યલ ડિસ્ટન્સિંગની ઐસીતૈસી થઇ જતાં અધિકારીઓ મૂંઝાયા હતા. બોર્નમાઉથ, ક્રાઇસ્ટ ચર્ચ અને પુલે કાઉન્સિલમાં આવેલાં બીચ પર લોકો ઉમટી પડયા હતાં. જેને પગલે આરોગ્ય પ્રધાન મેટ હેન્કોકે કોરોના વાઇરસના સંભવિત નવા મોજાને નિવારવા માટે ચેતવણી આપી હતી કે અમે લોકો માટે બીચ બંધ કરી દઇશું. તેમણે જણાવ્યું હતું કે વાઇરસને જાણ નથી કે આજે સમરનો હોટ દિવસ છે. તે તો સામાજિક સંપર્કથી ફેલાશે.

 

છેલ્લા બે દિવસમાં બોર્નમાઉથ કાઉન્સિલે તેના બીચ પરથી 41 ટન કચરો એકત્ર કર્યો છે. રાત્રે રોકાનારા કેમ્પરને હટાવવા માટે પોલીસ પેટ્રોલની સહાય લેવામાં આવી હતી. સરકારી સૂત્રોએ બીચ પર આમ જનતા દ્વારા કરવામાં આવેલાં બેજવાબદાર વર્તનની ટીકા કરી હતી.

 

(6:01 pm IST)