દેશ-વિદેશ
News of Saturday, 27th June 2020

ચીનના ઇંધણ વહન કરતા પાકિસ્તાનની કબ્જામાં ભારતીય દળ થયું સાવધાન

નવી દિલ્હી: ભારત-પાક વચ્ચે સતત વધી રહેલા તનાવ અને ચીનના સૈન્યના ખડકલા વચ્ચે ચીનના હવાઈદળથી વિમાનોની સતત વધેલી અવરજવરમાં એક નવો ધડાકો થયો છે અને ચીનના ઈંધણ વહન કરતા પાક કબ્જાના સ્કાર્દુમાં ઉતરાણ કરતા ભારતીય દળો સાવધ થઈ ગયા છે.

  પાક કબ્જાના કાશ્મીરમાં ચીની દળોની વધેલી અવરજવર અને અહીના વિમાની મથકોના ઉપયોગથી ભારત-પાક વચ્ચે એક નવો મોરચો ખુલે તેવી ધારણા છે અને ભારતને પણ આ સરહદ પર મોટાપાયે દળો ખડકવાની જરૂર પડે છે. ચીની હવાઈ દળ માટે તિબેટ અને તેની આસપાસ અનેક હવાઈ પટ્ટીઓ છે અને તેમાં હોટોગ એ સૌથી મહત્વની ગણાય છે પણ તે 4000 ફૂટની ઉંચાઈએ છે જે ભારે હથિયારો તથા ઈંધણ ભરેલા વિમાનો અહી પહોંચાડવાનું મુશ્કેલ છે અને તેથી પાક કબ્જાના કાશ્મીરમાં ચીને તેના દળોને ઉતારવાનો વ્યુહ અપનાવ્યો હોય તેવા સંકેત છે.

(5:55 pm IST)