દેશ-વિદેશ
News of Saturday, 27th June 2020

મક્કાશરીફમાં ખોદકામઃકબર પરની ઐતિહાસીક તકતીઓ અને કલાકૃતિઓ મળી

જીદદાહ,તા.૨૭ : સઉદી અરબના પવિત્ર શહેર મક્કાશરીફમાં એક કાર પાર્કીંગ બનાવવા માટે કરવામાં આવેલા ખોદકામ દરમિયાન અબ્બાસિ ખિલાફતના અંત સમયન ડઝનબંધ કલાકૃતિઓ મળી આવી હતી. આ કલાકૃતિઓના કારણે દેશના પ્રવાસને ક્ષેત્રને મદદ મળશે ખોદકામ દરમિયાન મળી આવેલી ૨૪ કોતરણીકામ ધરાવતી કલાકૃતિઓને ભેગા કરતાં કબર પર મૂકવામાં આવતી એક તકતી તૈયાર થાય છે. જે મક્કાશરીફના જન્નત, માલા કબ્રસ્તાનમાંથી મળી આવ્યા હતા. આ ઐતિહાસીક કલાકૃતિઓ વર્ષ ૧૨૫૭ની છે. આ ખોદકામ દરમિયાન મળેલી કલાકૃતિઓને પ્રવાસન મંત્રાલયને સોંપી દેવામાં આવી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ કબ્રસ્તાન નજીકથી આવી જ એક તકતી મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલાં જ સઉદી અરબે ટુરિઝમ કમિશનને મંત્રાલયનો દરજ્જો આપ્યો હતો. મંત્રાલય આ કલાકૃતિઓનો ઉપયોગ કરી સઉદીમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માંગે છે. સઉદી સરકાર ૪ બિલીયન ડોલરના ટુરિઝમ ડેવલપમેન્ટ ફંડની જાહેરાત કરવાની પણ યોજના બનાવી રહી છે. 

(11:30 am IST)