દેશ-વિદેશ
News of Friday, 27th May 2022

અમેરિકામાં તેલ શેમ્પુની જેમ વેચાય છે હથિયારો:કુલ વસ્તી કરતા છે બંદૂકોનો આંકડો વધારે

નવી દિલ્હી:  તાજેતરમાં ટેકસાસની સ્કૂલમાં ગોળીબાર થતા 19 બાળકો અને સહિત 21 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. 18 વર્ષીય હુમલાખોરે પોતાની દાદીની હત્યા કરીને સ્કૂલમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો.છેલ્લા કેટલાક દાયકાઓથી અમેરિકા મુકત લોકશાહી અને અભિવ્યકિતના ઓથા હેઠળ પાંગરતા બંદૂક કલ્ચરથી ત્રાહિમામ છે. અમેરિકાની વસ્તી વિશ્વની કુલ વસ્તીના ૫ ટકા જેટલી છે પરંતુ હથિયારો રાખવામાં તેનો હિસ્સો ૩૫ થી ૪૦ ટકા જેટલો ધરાવે છે. વધતા જતાં બંદૂક કલ્ચરે હજારો નિદોર્ષ લોકોના કાસળ કાઢી નાખ્યા છે. ગન વાયલેન્સ આર્કાઇવના જણાવ્યા મુજબ ૨૦૧૪ થી ૨૦૧૮ સુધી ૫૮૫૮૧ લોકોની ગનથી હત્યા થઇ હતી. જો કે આમાં પણ લાયસન્સી બંદૂકોથી આત્મહત્યા કરનારાને ગણતરી કરીએ તો મોતનો આંકડો વધુ ઉંચો જાય છે. જેમ કે ૨૦૧૪માં અમેરિકામાં ૨૧૩૮૬ લોકોએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. એટલું જ નહી છેલ્લા ૭ વર્ષમાં સાત હજારથી વધુ બાળકો ગન સંબંધી હિંસામાં માર્યા ગયા છે. ૨૦૧૪ થી ૨૦૧૮ સુધીમાં માસ શુટીંગની ૧૩૬૩ ઘટનાઓ બની હતી. છેલ્લા બે વર્ષમાં માસ શુટીંગની ઘટનામાં ઉછાળો આવ્યો છે.પ્રાપ્ત માહિતી મુજબ ૩3 કરોડ વસ્તી ધરાવતા અંમેરિકામાં પોલીસ અને નાગરિકો પાસેના ઘાતક હથિયારોની સંખ્યા ૩૭ કરોડ કરતા પણ વધારે છે. એટલે કે આ દેશમાં માણસો કરતા માથા દિઠ હથિયારોની સંખ્યા વધારે છે.

 

(6:46 pm IST)