દેશ-વિદેશ
News of Friday, 27th May 2022

રોજ દારૂ પીવા છતાં આ વ્‍યક્‍તિની ૧૧૩ વર્ષની લાંબી ઉંમર

૭૧ પૌત્ર- પ્રપૌત્રોનો ઝમેલો, બતાવ્‍યું લાંબી ઉંમરનું રહસ્‍ય : દુનિયાનો સૌથી વૃદ્ધ તરીકેનો રેકોર્ડ

લંડન, તા.૨૭:વેનેઝુએલાના જુઆન વિસેન્‍ટ પેરેઝ મોરાસનું નામ દુનિયાના સૌથી વૃદ્ધ વ્‍યક્‍તિ તરીકે ગિનિસ વર્લ્‍ડ રેકોર્ડમાં નામ આપવામાં આવ્‍યું હતું. જુઆન વિસેન્‍ટ પેરેઝ મોરાસ હાલમાં ૧૧૩ વર્ષના છે. તેમનો જન્‍મ ૨૭ મે ૧૯૦૯દ્ગક્ર રોજ થયો હતો.સામાન્‍ય રીતે એવું કહેવાય છે કે લાંબા આયુષ્‍ય માટે સ્‍વસ્‍થ આહાર ખૂબ જ જરૂરી છે, પરંતુ પેરેઝ મોરાસની બાબતમાં એવું બિલકુલ નથી.
ગિનિસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સે એક અખબારી યાદીમાં જણાવ્‍યું હતું કે ૧૧૩ વર્ષના હોવા છતાં, પેરેઝ હજુ પણ સ્‍વસ્‍થ છે અને દરરોજ એક સ્‍ટ્રોંગ પેગ પીવે છે. પેરેઝના ૪૧ પુત્રો, ૧૮ પ્રપૌત્રો અને ૧૨ પૌત્રોના પૌત્ર છે. વેનેઝુએલાના તાચિરા રાજયમાં સેન જોસ ડી બોલિવરના એક ક્‍લિનિકના ડાઙ્ઘક્‍ટર એનરિક ગુઝમેનએ જણાવ્‍યું હતું કે તેની ઉંમર વધવાથી તેને હાઈ બ્‍લડ પ્રેશર અને સાંભળવાની થોડી મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે. આ સિવાય તે એકદમ સ્‍વસ્‍થ છે અને કોઈ પણ પ્રકારની દવા લેતા નથી.
તેમના દીર્ઘાયુષ્‍યનું રહસ્‍ય શેર કરતા પેરેઝે એકવાર જણાવ્‍યું હતું કે તેમના લાંબા જીવનનું રહસ્‍ય તેમનું સિક્રેટ છે, સખત મહેનત કરો, રજાઓમાં આરામ કરો, વહેલા સૂઈ જાઓ, દરરોજ એક ગ્‍લાસ વાઇન પીવો, ભગવાનને પ્રેમ કરો અને હંમેશા તેને તમારા દિલમાં રાખો.
પેરેઝ પણ ખૂબ ધાર્મિક સ્‍વભાવના માણસ છે. તે દરરોજ બે વાર પ્રાર્થના કરે છે. સ્‍પેનના સેટર્નિનો ડે લા ફુએન્‍ટે ગાર્સિયાનું ૧૮ જાન્‍યુઆરી, ૨૦૨૨ ના રોજ ૧૧૨ વર્ષ અને ૩૪૧ દિવસની ઉંમરે અવસાન થયા પછી જુઆનને વિશ્વની સૌથી વૃદ્ધ વ્‍યક્‍તિ તરીકે ઓળખવામાં આવી છે.
કેવી છે પેરેઝની લાઈફઃ પેરેઝના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેની પત્‍નીનું નામ એડોફિના ડેલ રોઝારિયો ગાર્સિયા હતું. બંને ૬૦ વર્ષ સુધી સાથે રહ્યા. પેરેઝની પત્‍નીનું ૧૯૯૭માં અવસાન થયું હતું. પેરેઝ અને એડિઓફિનાને ૧૧ બાળકો છે જેમાં૬ પુત્રો અને ૫ પુત્રીઓ છે.

 

(3:43 pm IST)