દેશ-વિદેશ
News of Wednesday, 27th May 2020

ઉનાળો આવી ગયો ખાવ આઈસ્ક્રીમ અને માણો ઉનાળાની મજા..!

ભાગ્યે જ અમુક લોકો હોય છે જે આના સેવનથી બચતા હોય છે. આમ તો આઈસ્ક્રીમ ખાવાની કોઈ સિઝન નથી હોતી પણ મોટાભાગના લોકો સમરમાં આઈસ્ક્રીમ વધારે પ્રીફર કરે છે. કેટલાક જોરદાર ફાયદા પણ છે અને તમે આ ફાયદાઓ થી અજાણ પણ હશો. આઇસક્રીમ એક ડેરી પ્રોડકટ છે એટલે દૂધથી બનેલ, તેમાં વિટામીન અને પ્રોટીન ભરપુર માત્રામાં હોય છે.

આઈસ્ક્રીમ વિટામીન-એ, બી-૨ થી બી-૧૨ થી ભરપૂર હોય છે. આ દૂધ અને અન્ય ઉત્પાદનોથી બન્નીયા હોય છે. પ્રોટીનથી આપણા શરીરમાં માંસપેશીઓ, ત્વચા, હાડકાં, લોકી માટે ફાયદાકારક હોય છે.

આમાં કેલ્શિયમ તત્વ હોય છે, જે હાડકાંને મજબૂત કરે છે. શરીરમાં કેલ્શિયમની પૂર્તિ માટે દૂધ સિવાય દૂધ માંથી બનેલ તત્વ જેમકે માખણ, ક્રીમ, ચીઝ, દહિં વગેરેનું સેવન કરવું જોઈએ. કેલ્શિયમ ફકત હાડકા જ નહિં પરંતુ, બાળકોથી લઈને વૃધ્ધ સુધીના બધા લોકો આઈસ્ક્રીમ પસંદ હોય છે.

. ઉનાળામાં ઠંડક મેળવવા ઘરે જ બનાવો પિસ્તા આઈસ્ક્રીમઃ

સામગ્રીઃ પિસ્તા- ૧/૨ કપ (અધકચરા ગ્રાઈન્ડ કરેલા)

દૂધ- ૧ કપ

ક્રીમ- ૩/૪ કપ

વેનીલા એસેન્સ- ૧/૨ ટી-સ્પૂન

બનાવવાની રીતઃ

મિકિસંગ કરવા માટે એક બાઉલમાં દૂધ, વેનીલા એસેન્સ અને ખાંડ નાંખીને તેને બ્લેન્ડરથી બે મિનિટ સુધી મીકસ કરો, ત્યારબાદ તેમાં ક્રીમ ઉમેરો અને  સ્મૂધ થાય ત્યાં સુધી તેને મીકસ કરો. પછી તેમાં ગ્રાઈન્ડ કરેલા પિસ્તા નાંખીને  બરાબર મિકસ કરી લો. ત્યારબાદ મિકસચરને પ્લાસ્ટિક કન્ટેનરમાં નાંખી પ્લાસ્ટિક શીટ ફ્રીઝરમાં એકથી દોઢ કલાક મુકી રાખો.

ત્યારબાદ તેને ફ્રીઝરમાંથી કાઢો અને ૧૦ મિનિટ બાદ ફરીથી મિકસ કરી લો અને પાછું ફ્રીઝરમાં ૪-૫ કલાક સુધી ફ્રીઝ થાવા માટે મુકી દો. સમારેલા પિસ્તાથી ગાર્નિશિંગકરીને સર્વ કરો.

(9:22 am IST)