દેશ-વિદેશ
News of Monday, 27th May 2019

પાકિસ્તાનના એતિહાસિક 'ગુરુ નાનક' મહેલમાં તોડફોડ

નવી દિલ્હી: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થાનિક લોકોએ ઓફાક વિભાગના અધિકારીઓની કહેવાતી મોન સંમતિથી વર્ષો જુના ગુરુ નાનક મહેલનો એક ભાગ તોડી  દીધો છે અને તેની કિંમતી ચીજ વસ્તુઓને વેચી દીધી  છે  એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બાબા ગુરુ નાનક મહેલ ચાર સદી પહેલા બનાવવામાં આવ્યો હતો અને તેની હવે તોડફોડ કરીને તેના ચીજ વસ્તુને વેચવામાં આવી રહી છે.

(6:26 pm IST)