દેશ-વિદેશ
News of Monday, 27th May 2019

ગધેડીએ જણ્યાં ટ્સ્વિન્સ, બ્રિટનનો પહેલો કિસ્સો

 લંડન તા ૨૭  :  ઘોડા અને ગધેડાની જાતિમાં એક સાથે બે બચ્ચાનો જન્મ થાય એવું ભાગ્યેજ બને છે. ધારો કે એવું બને તો બચચાંમાં ખોડખાપણ હોવાની સંભાવના વધુ રહે છે, જેને કારણે આવાં ખોલકાઓનું નોર્મલ જીવન સંભવ બનતું નથી. જોકે ઇંગ્લેન્ડમાં રહેતા ૭૭ વર્ષના જોન સ્ટેફેન્સન નામના દાદાને  ત્યાં પાળેલી ગધેડીએ ટ્સ્વિન્સ  ખોલકાંને જન્મ આપેલ હતો આ બન્ને બચ્ચાં સ્વસ્થ અને હેલ્ધી પણ છે, જેનું નામ રાખવામાં આવ્યું છે રોની અને રેગ. સવારના સમયે જોન ચા પી રહ્યો હતો ત્યારે તેને ફાર્મમાંથી ફોન આવ્યો કે ગધેડીને પ્રસવ થઇ રહયો છે. તે તરત જ ત્યાં દોડી ગયો અને જોયું તો માન્યામાં જ ન આવ્યું. તેની નજર સામે બે બચ્ચાં જન્મયાં અને એ પણ બધી રીતે હેલ્ધી. જોનના ફાર્મમાં લગભગ ૫૦ વર્ષથી ઘોડા અને ગધેડા ઉછેરવાનું કામ ચાલે છે, પણ તેણે પહેલી વાર આવું જોયું. આ ઘટના વિશે જયારે નેશનલ લેવલે તપાસ કરી તો ખબર પડી કે આ બ્રિટનનાં પહેલા ટ્િવિન્સ ખોલકાં છે.

(11:44 am IST)