દેશ-વિદેશ
News of Tuesday, 27th April 2021

કોરોનાની સામાન્ય અસરનો ભોગ બનેલ લોકો પર પણ 6 મહિના સુધી ખતરો રહેતો હોવાનું તારણ

નવી દિલ્હી: સ્ટડીમાં એવો પણ દાવો કરાયો છે કે જેમને કોરોનાની સામાન્ય અસર હોય તેવા પર પણ ખતરો રહેલો છે. ખતરો તેમના પર આગામી મહિના સુધી રહી શકે છે. નેચર નામના જર્નલમાં સ્ટડી પ્રકાશિત કરવામાં આવી હતી.નેચર નામના જર્નલમાં પ્રકાશીત સ્ટડીમાં દાવો કરાયો છે કે જેઓને કોરોના થયો હોય અને તેમાંથી બહાર આવી ગયા હોય કે સ્વસ્થ થઇને સાજા થઇ ગયા હોય તેમના પર અન્ય સામાન્ય લોકો કરતા જીવનું અને ગંભીર બિમારીઓનું જોખમ આગામી મહિના સુધી રહે છે. જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય અને હોસ્પિટલમાં દાખલ કરવાની જરુર પડી હોય તેમના પર પણ ખતરો રહેલો છે. અમેરિકાની વોશિંગ્ટન યુનિ.ના સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકોએ કોરોના સાથે જોડાયેલી તમામ બિમારીઓની એક યાદી પણ તૈયાર કરી છે. જેમાં કોરોના મહામારીને કારણે થનારી પરેશાનીઓની એક મોટી તસ્વીર પણ ઉભરીને સામે આવી છે. સ્ટડીમાં સામે આવ્યું છે કે માત્ર શ્વાસ લેવા સાથે સંકળાયેલા રોગો સાથે જોડાયેલા વિષાણુ તરીકે સામે આવ્યા છતા કોરોના શરીરના લગભગ દરેક અંગ-તંત્રને પ્રભાવીત કરી શકે છે. અમારા સ્ટડીમાં સામે આવ્યું છે કે કોરોનાની જાણકારી મળ્યાના મહિના બાદ કોરોનાને કારણે છતી બિમારીઓનું જોખમ ઓછુ નથી થઇ જતું. લોકોમાં ગંભીર બિમારીઓ થવાનું જોખમ પણ રહેલું છે.

(5:18 pm IST)