દેશ-વિદેશ
News of Tuesday, 27th April 2021

ઓક્સિજન લેવલ ઓછું હોવા પર આ લક્ષણો જોવા મળે છે

નવી દિલ્હી: કારણે દેશમાં ઓક્સિજનમની અચાનક અછત થઇ ગઈ છે, અને દર્દીઓને હોસ્પિટલમાં ઈલાજ છતાં જીવ ગુમાવી રહ્યા છે. એવામાં સૌથી વધુ ચિંતા હોમ આઇસોલેશનમાં ઈલાજ કરાવી રહેલા કોરોના દર્દીઓની છે. જેમના માટે જાણવું જરૂરી છે કે ઓક્સિજન લેવલ ઓછું હોવા પર કયા લક્ષણ છે અને ક્યારે તેમણે હોસ્પિટલ જવું જોઈએ. દિલ્હી એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરીયાએ જણાવ્યું કે, હોમ ક્વોરન્ટીનમાં ઈલાજ કરી રહેલા દર્દીઓએ સમય-સમય પર પોતાનું ઓક્સિજન સેચુરેશન ચેક કરતુ રહેવું જોઈએ. એને પલ્સ ઓક્સિમીટર નામના એક ડિવાઈઝને હાથની આંગળીમાં લગાવી ચેક કરવામાં આવે છે. રિડિંગમાં એનું 94થી વધુ લેવલ ખતરાથી બહાર હોવાના સંકેત છે. જો તમારી પાસે એકવીપમેન્ટ નથી તો મેડિકલ સ્ટોરથી મંગાવી શકો છો.ડોક્ટર મુજબ, કોરોના થવા પર ઝડપથી ઓસ્કિજન લેવલ ઘટી જાય છે. જો ચેકઅપમાં તમારું SpO2 લેવલ 94થી 100 વચ્ચે રહ્યું તો સ્વસ્થ હોવાના સંકેત છે. જયારે 94થી નીચે રહેવા પર હાઇપોકસેમિયાને ટ્રીગર કરી શકે છે, જે હેઠળ ઘણા પ્રકારની સમસ્યા થઇ શકે છે. ત્યાં જો લેવલ 90ની નીચે આવ્યું તો તે દર્દીઓ માટે ખતરાની ઘંટી છે. એવામાં દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરવાની સલાહ આપવામાં આવે છે.જો તમારું 91 અને 94 ની વચ્ચે ઓક્સિજન લેવલ છે તો દર કલાકે તેનું નિરીક્ષણ કરવાની જરૂર છે. જો કે, ઘરે પ્રોનિંગ એક્સરસાઇઝ કરીને પણ તેને નિયંત્રિત કરી શકાય છે. ટેક્નિક કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સૂચવી છે, જેમાં રિવર્સ લેટર એક્સરસાઇઝ જમીન પર કરવી પડશે. કરવા માટે તમને 4-5 તકિયાની જરૂરત છે. ચાલો હવે તે લક્ષણો વિશે જાણીએ.નિષ્ણાંતોના જણાવ્યા મુજબ શરીરમાં ઓક્સિજનની અછતને કારણે ચહેરાનો રંગ ઉડવાનું શરૂ થાય છે અને હોઠ વાદળી થઈ જાય છે. સાયનોસિસની વિશેષતા છે. ડોક્ટરના કહેવા પ્રમાણે, સ્વસ્થ ઓક્સિજનયુક્ત લોહી આપણી ત્વચાને લાલ અથવા ગુલાબી ગ્લો આપે છે, તેથી જ્યારે ઓક્સિજન ઓછું થાય છે, ત્યારે આવા લક્ષણો જોવા મળે છે.

(5:18 pm IST)