દેશ-વિદેશ
News of Tuesday, 27th April 2021

2020માં આખા વિશ્વએ સંરક્ષણ પાછળ બે લાખ કરોડ ડોલર કરતા પણ વધારે ખર્ચ કર્યો હોવાનું સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટનો અહેવાલ

નવી દિલ્હી: વિશ્વમાં શાંતિની વાતો અને સંમેલનો ભલે થાય પણ સંરક્ષણ પાછળ થતો ખર્ચ અવિરત વધી રહ્યો છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (સિપરી)ના અહેવાલ મુજબ ૨૦૨૦માં વિવિધ દેશોએ સંરક્ષણ પાછળ ૧૯૮૧ અબજ ડૉલર (અંદાજે લાખ કરોડ ડૉલર)નું બજેટ ફાળવ્યું હતું. સિપરીના અહેવાલ પ્રમાણે ૧૯૮૮ પછી સંરક્ષણ ખર્ચમાં સૌથી મોટો આંકડો છે. ૨૦૨૦ના કુલ સંરક્ષણ ખર્ચમાં ભારતનો ફાળો ૩.ટકા નોંધાયો છે.

૨૦૧૯ કરતા ગ્લોબલ સંરક્ષણ ખર્ચમાં ૨૦૨૦માં ૨.ટકા વધારો નોંધાયો હતો. ૨૦૨૦માં કોરોનાને કારણે સમગ્ર વિશ્વના જીડીપીમાં ૪.ટકાનો ઘટાડો થયાનું ઈન્ટરનેશનલ મોનિટરી ફંડે નોંધ્યુ છે. પણ સંરક્ષણ ખર્ચ ઓછો કરવા કોઈ દેશ તૈયાર નથી. કુલ ખર્ચ પૈકી ૬૨ ટકા ખર્ચ તો પ્રથમ પાંચ દેશો, અમેરિકા, ચીન, ભારત, રશિયા અને યુનાઈટેડ કિંગડમે કર્યો છે. કુલ વૈશ્વિક સંરક્ષણ ખર્ચમાં એકલા ૩૯ ટકા ફાળો તો અમેરિકાનો છે. ૨૦૨૦માં અમેરિકાનો સંરક્ષણ ખર્ચ ૭૭૮ અબજ ડૉલર હતો, જે આગલા વર્ષ કરતાં ૪.ટકા વધુ છે. ભારતે ૨૦૨૦માં સંરક્ષણ માટે ૭૨.અબજ ડૉલર ફાળવ્યા હતા. ભારતનો સંરક્ષણ ખર્ચ ૨૦૧૨થી સતત વધતો જાય છે. ચીન-પાકિસ્તાન તરફથી ઉભા થનારા ખતરાઓને જોતા ઘટાડો થવાની શક્યતા નહિવત છે.

(5:17 pm IST)