દેશ-વિદેશ
News of Monday, 27th March 2023

બ્રિટનમાં બાળકો માટે વપરાતી દવાઓ ખૂટી પડવાની શક્યતાથી હેલ્થ નિષ્ણાતોએ આપી ચેતવણી

નવી દિલ્હી: મોસમમાં થતા ફેરફારના કારણે લોકોમાં બીમારીનું જોખમ વધી જાય છે. શરદી-ખાંસી અને તાવ જેવી બીમારી સૌથી વધુ જોવા મળે છે. વડીલો માટે આ રોગોના સારવાર માટે ઘણી દવાઓ ઉપલબ્ધ હોય છે. પરંતુ સૌથી મોટી તકલીફ બાળકોને થાય છે. ખાસ કરીને એક વર્ષથી નીચેના બાળકોને ડોક્ટર આ રોગોની દવાઓ આપવાનું ટાળતા હોય છે. આ રોગો માટેની દવાઓના વિકલ્પો પણ ખુબ ઓછા છે. નાના બાળકોને તાવમાં પેરાસિટામોલ અથવા કાલપોલ જેવી દવાઓ આપવામાં આવે છે. પરંતુ દુનિયામાં એક એવો દેશ છે જેને આ દવાઓને લઈને ચેતવણી જારી કરી છે. શોર્ટેજના કારણે આ દવાઓ કોઈપણ મેડિકલ સ્ટોર પર નથી મળી રહી. યુકેના હેલ્થ એક્સપર્ટે ચેતવણીમાં કહ્યું હતું કે, 'દેશમાં કાલપોલ,ગાવિસ્કો અને લેમસિપ જેવી દવા કંપનીનો સ્ટોક સમાપ્ત થવાનો છે. જો આવી સ્થિતિમાં બાળકોને ફ્લુ થાય છે તો તેમની સારવાર કરવી ખુબ જ મુશ્કેલ થઈ જશે. દેશમાં ઘણી ફાર્મેસી અને કેમિસ્ટસ પાસે દવાઓની શોર્ટેજ ચાલી રહી છે. તેમાં લિક્વિડ પેરાસિટામોલ અને આઈબૂપ્રોફેન સામેલ છે. આ દવાઓ બાળકોને ફ્લુમાં આપવામાં આવે છે. જો આ દવાઓનું શોર્ટેજ આમ જ ચાલતું રહેશે તો ભવિષ્યમાં બાળકોની સમસ્યા વધી શકે છે. દવાના અભાવના કારણે સારવારમાં વિલંબ થશે જેના કારણે બાળકોનું જીવન પણ જોખમમાં મુકાઈ શકે છે.

 

(7:19 pm IST)