દેશ-વિદેશ
News of Saturday, 27th March 2021

બ્રિટેનમાં બાળકીને ફ્લેટમાં મૂકીને જન્મદવિસ મનાવવા જવું મહિલાને ભારે પડ્યું

નવી દિલ્હી: આ ઘટના બ્રિટેનના ઈસ્ટે સસેક્સ વિસ્તારમાં આવેલા બ્રાઈટનની છે. જ્યાં ગત વર્ષે વેર્ફી કુદી નામની 18 વર્ષિય માતાએ પોતાની બાળકીને ફ્લેટમાં મુકીને પોતાનો 18મો બર્થ ડેની ઉજવણી કરવા માટે પાર્ટીમાં જતી રહી. આ ઘટના ડિસેમ્બર 2019ની છે. બાદમાં સીસીટીવી ફૂટેઝથી ખબર પડી કે, આ મહિલા 6 દિવસ સુધી બહાર ભટકતી રહી હતી. જ્યારે ઘરે આવી ત્યારે તેની બાળકીમાં કોઈ રિસ્પોન્સ ન મળતા હોસ્પિટલના ચક્કર કાપવા લાગી હતી.આ ઘટના બાદ પોલીસે કોર્ટમાં સીસીટીવી ફુટેઝ આપ્યા. જેમા આ મહિલા લંડન, કોવેન્ટ્રી અને સોલીહુલમાં પાર્ટીઓ કરતી દેખાઈ હતી. જ્યારે તે 6 દિવસ સુધી પાર્ટી કરીને ઘરે પહોંચી, તો તેણે 999 પર કોલ કરીને જણાવ્યુ કે, તેની બાળકી ઉઠતી નથી. ત્યાર બાદ આ બાળકીને ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં પહેલાથી જ બાળકીનું મોત થઈ ગયુ હતું. બાળકી આસિયાહના મોત બાદ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. જેમાં જણાવવામાં આવ્યુ હતું કે, માતાએ બાળકીનું ધ્યાન નથી રાખ્યું. તે પડી પડી મરી ગઈ. આ મામલો 4થી 12 ડિસેમ્બર વચ્ચેનો છે. આ મહિલાએ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે અને કોર્ટે તેને સજા આપવાનો નિર્ણય કર્યો છે.

(5:27 pm IST)