દેશ-વિદેશ
News of Friday, 27th March 2020

અમેરિકી અંતરિક્ષ બળે કોરોના વાયરસની મહામારી વચ્ચે પણ પ્રથમ મિશન લોન્ચ કર્યું

નવી દિલ્હી:27માર્ચ એએફપી કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ અમેરિકાની ગતિ રોકવાની જગ્યાએ દેશના અંતરિક્ષ બળનું મનોબળ હજુ ઉંચુ છે તેમને બુધવારના રોજ પોતાનું પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા મિશન શરૂ કરતા અત્યાધિક સુરક્ષિત સંચાર ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

                     લોકહિટ માર્ટિન એડવાન્સ્ડ એક્સટ્રીમલી હાઈ ફ્રિકવેસી ઉપગ્રહનો એટલ્સ વી551 રોકેટની મદદથી ચાર વાગ્યાને 18 મિનિટની આસપાસ ફ્લોરિડાના કેપ કેનવરલથી પરીક્ષણ કરવામાં આવ્યું હોવાની માહિતી એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા પ્રાપ્ત થઇ રહી છે

(6:16 pm IST)