અમેરિકાના મિશિગનમાં આવેલ આ જગ્યા એવી છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતું.....
નવી દિલ્હી: અમેરિકાના મિશિગનમાં પણ એક જગ્યા એવી છે, જેને 'સેંટ ઈગ્નાસ મિસ્ટ્રી સ્પૉટ' કહેવામાં આવે છે. આ જગ્યાની શોધ 1950માં થઈ હતી. જ્યારે અમુક લોકોની એક ટીમ આ જગ્યાની તપાસ માટે પહોંચી, તો તેમના તમામ ઉપકરણો અહીં આવ્યા બાદ બંધ પડી ગયા. ઘણા દિવસો બાદ ખબર પડી કે, અહીં 300 વર્ગફૂટની આસપાસના વિસ્તારમાં ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતુ. આ જગ્યા પર આવીને એવુ લાગશે, કે જાણે તમે અંતરિક્ષ યાનમાં જ ઉભા હોવ.
અમેરિકાના ફ્લોરિડામાં પણ એક જગ્યા છે, જેને 'સ્પુક હિલ'ના નામથી ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે વાહનો ઢાળવાળી જગ્યા પર સરળતાથી પસાર થઈ જાય છે. પરંતુ આ જગ્યા બિલકુલ ઊંધી છે. અહીં આવીને તમે તમારી કારને બંધ કરી દેશો તો કાર ઢાળવાળા રસ્તાની ઊંધી દિશામાં ખેંચાય છે. આમ ત્યારે થાય છે જ્યારે ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતુ.