દેશ-વિદેશ
News of Saturday, 27th February 2021

કતારમાં 2022ફિફા વર્લ્ડ કંપની તૈયારી દરમ્યાન 6500થી વધુ લોકોના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી  : કતારને ફિફા વર્લ્ડ કપની મહેમાની માટેની તૈયારી દરમિયાન છેલ્લાં 10 વર્ષમાં ઓછામાં ઓછા 6500 વિદેશી કામદારોના મોત થયા છે. મૃતક કામદારોમાં સૌથી વધુ સંખ્યા ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાથી કતાર ગયેલા લોકોની છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ડિસેમ્બર 2010માં જ્યારે કતારની 22મા ફિફા વર્લ્ડકપ માટે પસંદગી કરવામાં આવી હતી ત્યારથી અત્યાર સુધીમાં દેશોના લગભગ 12 લોકોના દર અઠવાડિયે મોત થયા છે.

         ગાર્ડિયને કતારના સરકારી સૂત્રોનો આધાર ટાંકતા દાવો કર્યો છે કે લોકોના મોત ફૂટબોલ વર્લ્ડકપ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવતી વખતે થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રવાસી શ્રમિકોના મોતનો આંકડો કદાચ વધુ પણ હોઈ શકે છે. કારણકે આંકડામાં ફિલિપ્ન્સિ અને કેન્યા સહિત ઘણાં દેશો સામેલ કરવામાં નથી આવ્યા કે જ્યાંના લાખો લોકો કતારમાં નોકરી કરે છે.

(5:32 pm IST)