News of Thursday, 27th January 2022
અફઘાનિસ્તાનની હાલત દિવસે ને દિવસે થઇ રહી છે ખરાબ
નવી દિલ્હી:અફઘાનિસ્તાનમાં દિવસે ને દિવસે હાલત ખરાબ થતી જતી રહી હોવાનું માલુમ પડી રહ્યું છે. નોર્વેજીયન રિફ્યૂજી કાઉન્સિલના કહેવા મુજબ અફઘાનમાં લગભગ 230 લાખ લોકો ભુખમરીની કગાર પર છે. કાઉંસીલે વિશ્વ સમુદાયથી અફઘાનના લોકોને ખુબજ મદદની માંગ કરતા પ્રતિબંધો હટાવવાની પણ માંગ કરી છે. વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ દેશ પર લગાવેલ આર્થિક પ્રતિબંધોના કારણોસર ઘણીબધી એજન્સીઓને મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે.
(6:03 pm IST)