દેશ-વિદેશ
News of Thursday, 27th January 2022

ઓમીક્રોન વાઇરસને લઈને ફરી કરવામાં આવ્યો નવો ખુલાસો

નવી દિલ્હી: કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિઅન્ટ સ્કીન પર 21 કલાક સુધી જીવિત રહે છે તો પ્લાસ્ટિક પર 8 દિવસ સુધી જીવિત રહી શકે છે.આ વાતનો ખુલાસો એક રિસર્ચમાં થયો છે. શોધમાં દાવો કરાયો છે કે આ કારણ છે કે કોરોનાનો આ વેરિઅન્ટ અન્યની તુલનામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

જાપાનમાં ક્યોટો પ્રીફેક્ચુરલ યૂનિવર્સિટી ઓફ મેડિસિનના સંશોધને કહ્યું છે તે સ્કીન પર વાયરસના જીવનચક્રની શોધ કરવા માટે મૃતદેહ પર પરીક્ષણ કરાયું. તેમાં તે 8.6 કલાક, અલ્ફા 19.6 કલાક, બીટા 19.1 કલાક, ગામા 11 કલાક, ડેલ્ટા 16.8 કલાક જ્યારે ઓમિક્રોન 21.1 કલાક સુધી જીવિત જોવા મળ્યો છે. મળતી માહિતી અનુસાર કોરોના વાયરસ પહેલાના વેરિઅન્ટ અલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા લાંબા સમય સુધી માનલ શરીર પર જીવિત રહી શકતા નથી. શોધકર્તાનું કહેવું છે કે ઓમિક્રોન વેરિઅન્ટના પર્યાવરણમાં સ્થિરતા વધારે છે. એવામાં આ વધારે સંક્રામક હોઈ શકે છે. શક્યતા છે કે આ ડેલ્ટા વેરિઅન્ટની જગ્યા લો. સંક્રમણ ક્ષમતા વધારે હોવાના કારણે દુનિયામાં તેનાથી વધારે દર્દીઓ મળી રહ્યા છે. રિસર્ચનું કહેવું છે કે વધારે સમય સુધી અહીં વાયરસ રહેવાથી વાયરસના પ્રસારમાં તેનું યોગદાન રહે છે. શોધમાં કહેવાયું છે તે પ્લાસ્ટિકની જગ્યાઓ પર ઓરિજિનલ સ્ટ્રેન 56 કલાક, અલ્ફા સ્ટ્રેન 191.3 કલાક, બીટા 156.6 કલાક, ગામા 59.3 કલાક અને ડેલ્ટા વેરિઅન્ટ 114 કલાક સુધી જીવિત રહી શકે છે. કોરોના વાયરસના લેટેસ્ટ વેરિઅન્ટ ઓમિક્રોન સૌથી વધારે એટલે કે 193.5 કલાક સુધી જીવિત રહી શકે છે.

 

(6:01 pm IST)