દેશ-વિદેશ
News of Wednesday, 27th January 2021

દુનિયાની સૌથી મોટી ગુફા 326 દિવસ પછી ફરીથી પર્યટકો માટે ખોલવામાં આવી

નવી દિલ્હી: દુનિયાની સૌથી મોટી ગુફા 326 દિવસ પછી પર્યટકો માટે ખોલી દેવાઈ છે. સાન ડોંગ નામની આ ગુફા વિયેતનામમાં ક્વાંગ વિન્હ પ્રાંતના નેશનલ પાર્કમાં આવેલી છે. આ વૈશ્વિક મહામારીને કારણે માર્ચ 2020થી બંધ હતી. આ ગુફા 9 કિ.મી. લાંબી, 200 મીટર પહોળી અને 150 મીટર ઊંચી છે. દાવો કરાયો છે કે તેની અંદર ન્યુયોર્ક જેવી 40 ઈમારતો બની શકે છે. તેને વિયેતનામની ગ્રેટ વૉલ પણ કહેવાય છે. ખાસ વાત એ છે કે તેની અંદર નાની નાની 150 ગુફાઓ છે. તે ઉપરાંત વાદળ, તળાવ, નદીઓ અને જંગલો પણ છે. યુનેસ્કોએ જણાવ્યું કે આ ગુફા 50 લાખ વર્ષ જૂની છે. તેને પર્યટકો માટે 2013માં પહેલીવાર ખોલાઈ હતી. ત્યારે આશરે 250 પર્યકટોને જ ત્યાં જવાની મંજૂરી મળી હતી. આ ગુફા 1991માં સ્થાનિક વનવાસી હો ખાને શોધી હતી.

             2009માં બ્રિટિશ સંશોધકોએ આ ગુફા પર રિસર્ચ કર્યુ અને તેને દુનિયામાં ઓળખ અપાવી. તેના પછી યુનેસ્કોએ આ પ્રાકૃતિક ગુફાને તેની યાદીમાં સામેલ કરી. હવે આ ગુફા દુનિયાભરના પર્યટકોને આકર્ષિત કરવા લાગી છે. દર વર્ષે અહીં હજારો લોકો પહોંચે છે.

(5:45 pm IST)