News of Monday, 27th January 2020
ઈરાનમાં રનવેની જગ્યાએ ભીડભાડવાળા વિસ્તારમાં યાત્રી વિમાન ઉતરી જતા અફડાતફડી મચી જવા પામી
નવી દિલ્હી: તેહરણથી રવાના થયેલ એક યાત્રી વિમાન રનવે પર ઉતારવાની જગ્યાએ ભીડભાડવાળા વિસ્તારમાં ઉતરી જતા અફડાતફડી મચી જવા પામી છે. રહેણાંકવાળા વિસ્તારમાં વિમાન ઉતારવાના કારણોસર લોકોના શ્વાસ અટકી ગયા હતા. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.
વિમાન રસ્તા પર ઉતરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં વિમાન લેન્ડ થતું દેખાડવામાં આવ્યું છે તેમજ બીજા યાત્રી વિમાનથી ઉતરતા નજરે પડી રહ્યા છે. આ વિમાનમાં કુલ 130 યાત્રીઓ હતા અને તેમાં કોઈને ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી નથી.
(5:39 pm IST)