દેશ-વિદેશ
News of Tuesday, 26th December 2017

હેલો, સેન્ટા કલોઝ કયાં પહોંચ્યા?

રવિવારે ક્રિસમસની પૂર્વ સંધ્યાએ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા તેમની પામ બીચ સ્થિત માર-એ-લાગો એસ્ટેટ ખાતે બેઠાં-બેઠાં નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD)ના સેન્ટા કલોઝ ટ્રેકટરની મદદથી સેન્ટા કલોઝની  હિલચાલોનું પગેરૃં મેળવતાં હતાં. એ ગાળામાં પ્રેસીડન્ટ અને ફર્સ્ટ લેડીએ ફોન પર તેમનાં સંતાનો સાથે વાતો કરી હતી. આ દિવસોમાં ફાધર ક્રિસમસ તરીકે પણ ઓળખાતા સેન્ટા કલોઝ કયાં શહેરમાં પહોંચીને બાળકો અને મોટેરાઓને ભેટસોગાદો તથા મીઠાઇઓની લહાણી કરે છે એ જાણવાની ઉત્સુકતા ત્યાંના લોકોમાં ફેલાયેલી હોય છે. એ પ્રમાણે ટ્રમ્પ-દંપતીએ પર NORAD ના સેન્ટા કલોઝ ટ્રેકટરની મદદથી સેન્ટા કેન્ટુકી સુધી પહોંચ્યા કે નહીં એ જાણવાની ઉત્સુકતા દર્શાવી હતી.

(9:23 am IST)