દેશ-વિદેશ
News of Friday, 26th November 2021

ફ્રાન્સમાં વધતા જતા કોરોના વાયરસને લઈને માસ્ક ફરીથી ફરજીયાત કરવામાં આવ્યું

નવી દિલ્હી: વિશ્વમાં કોરોના સંક્રમણ ફરી ચિંતા જગાવી રહ્યું છે અને ખાસ કરીને યુરોપના દેશોમાં જે રીતે સંક્રમણ વધ્યું છે તેથી બુસ્ટર ડોઝ અંગે પણ હવે અનેક રાષ્ટ્ર ગંભીરતાથી વિચારવા લાગ્યા છે તે સમયે ફ્રાન્સમાં તમામ જાહેર સ્થળો કે જે બંધ બારણે હોય છે ત્યાં માસ્ક ફરજિયાત બનાવી દીધા છે તથા હવે વેક્સિનનો બૂસ્ટર ડોઝ પણ જરૂરી બનાવી દીધો છે. અત્યાર સુધી ફ્રાન્સમાં 65 વર્ષ કે તેથી વધુની ઉંમરના લોકો માટે બુસ્ટર ડોઝ જરૂરી હતો. તેઓએ એ પણ ઉમેર્યું કે તા.15 જાન્યુઆરીથી કોવિડ વેક્સિન પાસ માટે 18 વર્ષની ઉંમરના તમામ લોકોએ રેસ્ટોરા, બાર, પબ, જીમ અને અન્ય જાહેર સ્થળોએ દાખલ થવા માટે વેક્સિન પાસપોર્ટ દર્શાવવો જરૂરી છે. તેઓએ જો કે દેશમાં ફરી એક વખત લોકડાઉન લાદવાની શકયતા નકારી હતી. ફ્રાન્સમાં કોરોનાની પાંચમી લહેર છે જે અગાઉની તમામ લહેર કરતા વધુ શક્તિશાળી અને લાંબી ચાલી રહી છે. ફ્રાન્સના આરોગ્ય મંત્રીએ ઉમેર્યું કે આપણે પ્રતિબંધાત્મક આદેશો વગર પણ કોરોનાનો મુકાબલો કરવા માગીએ છીએ.

 

(6:15 pm IST)