દેશ-વિદેશ
News of Friday, 26th November 2021

સાઈબેરિયાની કોલસાની ખાણમાં થયેલ બ્લાસ્ટ 52 લોકોના જીવ લીધા

નવી દિલ્હી: રશિયાના સાઇબેરિયામાં ગુરુવારે એક કોલસાની ખાણમાં આગ લાગવાથી લગભગ 52 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 38 ઘાયલ થયા છે, જેમાં 6 રેસ્ક્યૂ વર્કર પણ સામેલ છે. આ અંગેની માહિતી અધિકારીઓએ આપી છે. છેલ્લાં પાંચ વર્ષમાં થયેલી ખાણ દુર્ઘટના પૈકીની આ સૌથી ઘાતક દુર્ઘટના છે. પ્રારંભિક આંકડાઓ મુજબ લિસ્ટવ્યજનાયા ખાણમાં કોઈની પણ જીવિત હોવાની શક્યતા ન હોવા સમાન છે. ક્ષેત્રીય અધિકારીઓએ મૃતકોની યાદીમાં ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે. ક્ષેત્રીય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં 38 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પૈકીના ચારની સ્થિતિ અત્યંત ગંભીર છે. જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે ખાણમાં કુલ 285 લોકો હતા. આ પૈકીના મોટા ભાગનાને શરૂઆતમાં જ ખાણની બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

(6:12 pm IST)