દેશ-વિદેશ
News of Thursday, 25th November 2021

અમેરિકામાં શાળા શરૂ થતાની સાથે જ 1.42લાખ બાળકો થયા સંક્રમિત

નવી દિલ્હી: અમેરિકામાં કુલ 68 લાખ બાળકો સંક્રમિત, 636ના મોત ન્યુયોર્ક (અમેરિકા) તા.25 અમેરિકામાં સ્કુલો ખુલતા જ કોરોનાએ બાળકોને ઝડપથી ઝપટમાં લેવાનું શરુ કર્યું છે. રિપોર્ટ અનુસાર બાળકોમાં સંક્રમણની ગતિમાં ગત બે સપ્તાહની તુલનામાં 32 ટકાનો વધારો થયો છે. અમેરિકી એકેડેમી ઓફ પીડિયાટ્રીકસ (એએપી) ના એક રિપોર્ટ અનુસાર ગત સપ્તાહ 11થી18 નવેમ્બર દરમિયાન 1,41,905 જેટલા બાળકો સંક્રમીત થયા છે. આંકડા બતાવે છે કે અમેરિકામાં ગત સપ્તાહે મળેલ સંક્રમણના એક તૃતિયાંશ કેસ બાળકો સાથે સંકળાયેલા છે. અમેરિકામાં બાળકોની વસતી 22 ટકા છે. રિપોર્ટ અનુસાર 18 નવેમ્બર સુધીમાં 68 લાખ બાળકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂકયા છે. સતત 15માં સપ્તાહમાં બાળકોમાં કોરોનાના કેસ એક લાખથી ઉપર રહ્યા છે.

 

(6:05 pm IST)