દેશ-વિદેશ
News of Thursday, 26th November 2020

શ્વાન અને બિલાડીમાં પણ હોય છે આટલા પ્રકારના બ્લડગ્રૂપ:સંશોધન

નવી દિલ્હી: તમે ક્યારેક તો બ્લડ ડોનેટ કર્યું જ હશે. અથવા તો તેના વિષે જરૂરથી સાંભળ્યું હશે. જ્યારે કોઈ વ્યક્તિને બ્લડની જરૂર પડે છે ત્યારે તે બ્લડબેન્ક તરફ ભાગે છે. દેશમાં ઘણી બ્લડ બેન્ક છે જેમાં તમે બ્લડ ડોનેટ કરીને વ્યક્તિનું જીવન બચાવવામાં મદદ કરી શકો છો. તમે વ્યક્તિના બ્લડ ડોનેટ કરવાની વાતો સાંભળી જ હશે. પરંતુ શું તમે એવું સાંભળ્યું છે કે કૂતરા અને બિલાડી પણ બ્લડ ડોનેટ કરે છે. હા દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં પેટ્સ બ્લડ બેન્ક બનાવવામાં આવી છે. જેમાં કુતરા અને બિલાડીઓના બ્લડ મળે છે. કોઈપણ કૂતરો કે બિલાડી ઘાયલ થાય છે ત્યારે તેને બ્લડની જરૂર પડે તો આ બ્લડ બેન્ક તેને કામ આવે છે. અમેરિકા ના ડિક્સન, ગાર્ડન ગ્રોવ શહેરો સિવાય સ્ટ્રોક બ્રિજ, વર્જિનિયા તેમજ નોર્થ અમેરિકાના ઘણા શહેરોમાં પેટ્સ બ્લડ બેન્ક સ્થિત છે. અમેરિકા સિવાય બ્રિટનમાં પણ ઘણા શહેરોમાં પેટ્સ બ્લડ બેન્ક મોજુદ છે.પેટ્સને બ્લડ ડોનેટ કરવાની પ્રક્રિયામાં ત્રીસ મિનિટનો સમય લાગે છે.એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં માત્ર અમેરિકા અને બ્રિટનના લોકો જ પેટ્સ બ્લડ બેન્કને લઈને જાગૃત છે. જોકે આ વાત માટે દરેક દેશોમાં જાગૃતતા ફેલાવવા ની જરૂર છે

(6:15 pm IST)