દેશ-વિદેશ
News of Tuesday, 26th November 2019

હવે માત્ર 4 કલાકમાં પૂર્ણ કરી શકાશે લંડનથી ન્યુયોર્કની યાત્રા

નવી દિલ્હી: નાસા અને એક અન્ય કંપની બૂમ સુપરસોનિક હવાઈ યાત્રીઓનું એક સૌથી મોટું સ્વપ્ન પૂર્ણ કરવા માટે મહેનત કરી રહ્યા છે  લગભગ 6 હજાર કિલોમીટરની દુરી માત્ર ત્રણ કલાકથી ચાર કલાકની અંદર પુરી કરી શકાશે.નાસાએ એક  સુપરસોનિક વિમાન બનાવ્યું છે  જે 940 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડાન ભરી શકશે.

                       મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  લંડનથી ન્યુયોર્કની સફર માત્ર ત્રણથી ચાર કલાકના સમય અંતરમાં પૂર્ણ કરી શકાશે। હાલમાં આ સફરને પસાર કરવામાં આંઠથી નવ કલાક જેટલો સમય લાગતો હોવાનું જાણવામાં આવી રહ્યું છે. નાસા દ્વારા તૈયાર કરવામાં આવેલ આ વિમાનનું નામ ક્વાઇટ હોવાનું માલુમ પડી રહ્યું છે. આ વિમાનની સફર કરવા માટે યાત્રીઓને 5774 ડોલરનો ખર્ચો કરવાનો રહેશે.

(6:19 pm IST)