દેશ-વિદેશ
News of Tuesday, 26th November 2019

કાંગોમાં હેલીકૉપટર દુર્ઘટનામાં મ્રુતકઆંક વધીને 29એ પહોંચ્યો

નવી દિલ્હી: કોંગો ગણરાજ્યના પૂર્વમાં આવેલા ગોમા શહેરમાં એક નાનું વિમાન ઉડાણ ભર્યા બાદ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 29 લોકોના મોત થયા હતા. ઉત્તર કિવુ વિસ્તારની સરકારે જણાવ્યું કે, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં દુર્ઘટના દરમિયાન જમીન પર ભોગ બનનાર 16 લોકો સિવાય વિમાનમાં યાત્રા કરતા 19 લોકોમાંથી જીવિત રહેલા લોકો સામેલ છે.

                     સરકારના એક નિવેદન અનુસાર, હમણાં સુધી કાટમાળમાંથી 29 મૃતદેહો કાઢવામાં આવ્યા છે. મૃતકોનો આંક હજુ વધી શકે છે. નાયબ પરિવહન મંત્રી જેક્સ યુમા કિપુયાએ આ પહેલા કહ્યું હતું કે, બી-જી બી ડ્રોનિયર-228 એરપોર્ટની નજીક જમીન પર જઈને પટકાયું હતું. પાયલોટ આ વિમાનને ટેકઓફ કરાવી શક્યા નહીં.

(6:12 pm IST)