દેશ-વિદેશ
News of Saturday, 26th September 2020

થાઈલેન્ડમાં આવેલ આ મંદિર લાકડાનું હોવા છતાં નથી લગાવવામાં આવી એક પણ ખીલી

નવી દિલ્હી: સેન્ચુરી ઓફ ટ્રુથ થાઇલેન્ડના પટાયામાં એક ધાર્મિક સ્થળ છે. બૌદ્ધ અને હિંદુ પરંપરાઓની મૂર્તિઓથી સજેલું આ મંદિર સંપૂર્ણ રીતે લાકડાથી બનેલું છે. તેમાં દ્રવિડ, ચાઇના, સોમ દ્વારવતી, શ્રીવિજયન અને થાઈ કળાઓનું મિશ્રણ જોવા મળે છે. આ બૌદ્ધ મંદિરની મુખ્ય શૈલી થાઈ વાસ્તુ કળા ઉપર આધારિત છે. તેમાં ખાસ કરીને બૌદ્ધ અને હિંદુ દેવતાઓની હાથથી બનેલી લાકડાની મૂર્તિઓ જોવા મળે છે. તેને બનાવવાનો હેતુ પ્રાચીન કળા અને સંસ્કૃતિથી લોકોને ઓળખ કરાવવાનો હતો. આ પરિસરમાં આવતાં લોકોને પ્રાચીન જીવન, મૂળ વિચાર, જીવન ચક્ર અને વ્યક્તિની જવાબદારીઓની જાણ થઇ જશે. કોઇ જૂના મંદિર જેવો દેખાવ ધરાવતાં આ સ્થળનું નિર્માણ 1981 માં થાઈ વ્યવસાયી લેક વિરીફાનેટે કરાવ્યું હતું, જે 2025 સુધી પૂર્ણ થવાની આશા છે. આ મંદિરની ઊંચાઈ 105 મીટર છે. પ્રકાશ માટે આ મંદિર સંપૂર્ણ રીતે કુદરતી પ્રકાશ ઉપર ટકેલું છે. મંદિરની ચારેય દિશાઓમાં મોટા-મોટા દરવાજા બનાવવામાં આવ્યાં છે, જેનાથી સૂરજનો પ્રકાશ અંદર આવી શકે. મંદિરની અંદર કૃત્રિમ પ્રકાશની વ્યવસ્થા ન હોવાના કારણે સાંજે અંદર થોડું અંધારુ રહે છે જે લોકોને સુકૂન આપે છે. સાંજે દરિયાના મોજાના અવાજ સાથે સૂર્યાસ્તને અહીંથી જોવાથી ખુબ જ સુંદર દેખાય છે. મંદિરમાં વિશેષ અવસરો ઉપર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

(6:03 pm IST)