દેશ-વિદેશ
News of Saturday, 26th September 2020

ઓએમજી...... માત્ર આટલા એવા કારણોસર આ યુવાને પોતાનું નાક કપાવી નાખ્યું

નવી દિલ્હી: સામાન્ય રીતે લોકો સુંદર દેખાવા માટે પ્લાસ્ટીક સર્જરી અથવા શસ્ત્રક્રિયાનાં સહારો લેતા હોય છે. પરંતુ બ્રાઝીલનાં માઈકલ ફારો દા પ્રાડોને શેતાન જેવા દેખાવાની ઘેલછા જાગી હતી. જેને પગલે તેણે પોતાનું નાક કપાવી નંખાવ્યું છે. માઈકલે અત્યાર સુધીમાં શરીરમાં અનેક ફેરફારો કરાવ્યા છે. તેણે હેડ ઈમ્પલાન્ટસ અને દાંતને પણ કસ્ટમાઈઝડ કરાવ્યા છે. તેણે કાન તથા શરીરના અનેક અંગોને વિંધાવ્યા પણ છે.

             જર્મનીના સેન્ડ્રો નામના વ્યક્તિએ પણ માઈકલની જેમ શરીરમાં અનેક ફેરફારો કરાવ્યા છે અને આના માટે તેણે 6000 પાઉન્ડ એટલે કે 5.8 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

(6:02 pm IST)