દેશ-વિદેશ
News of Wednesday, 26th September 2018

યુરોપીય સંઘ અને ઈરાન વચ્ચે નાણાકીય વ્યવસ્થા સ્થાપવાનો નિર્ણય

નવી દિલ્હી :યુરોપીયન સંઘ અને ઇરાન વચ્ચે વેપાર માટે નવી નાણાંકિય વ્યસ્થા સ્થાપવાનો નિર્ણય સોમવારે લેવાયો છે. જેના પગલે હવે યુરોપના કેટલાક દેશો અને ઇરાન વચ્ચે ક્રુડ તેલ અને અન્ય પેદાશોના વ્યવહાર ચાલૂ રહેશે અને અમેરિકી પ્રતિબંધનું ઉલ્લંઘન પણ નહિં થાય.

આ નિર્ણયની જાહેરાત બ્રિટન, ફ્રાન્સ, ઝર્મની, રશિયા, ચીન, અને ઇરાનના વિદેશ મંત્રીઓની બેઠક બાદ બ્લોકના વિદેશ નીતિના વડા ફેડેરિકા મોઘેરિનિએ કરી હતી. ભારતે પણ આ નિર્ણયમાંથી બોધપાઠ લઇ ઇરાન સાથેના વેપાર યથાવત માટે નિર્ણય લેવો જોઇએ. અમેરિકાના આર્થિક પ્રતિબંધ પછી ભારતે ઇરાનની જગ્યાએ અમેરિકા પાસેથી ક્રુડ તેલ ખરીદવાનું શરૂ કર્યું છે.

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે મે મહિનામાં 2015ના ન્યુક્લિયર કરારમાંથી ખસી જઇને ઇરાન ઉપર આર્થિક પ્રતિબંધ લાદ્યાં છે. તેના પગલે બાકીના તમામ દેશોએ ઇરાન સાથે વેપાર બંધ કરવાની ફરજ પડી હતી. તેમાં પણ ખાસ કરીને ક્રુડ તેલ ખરીદવાનું બંધ કર્યું હતું.

 

(7:29 pm IST)