દેશ-વિદેશ
News of Wednesday, 26th September 2018

૪૯,૮૯૫ કિલો વજનનો દુનિયાનો સોથી મોટો ઘંટ બન્યો પોલેન્ડમાં

લંડન તા ૨૬ પોલેન્ડના ક્રકોવ શહેરમાં વોકસ પેટ્રિસ નામનો ઘંટ બનાવવામાં આવ્યો છે. આ ઘંટનું કદ અને વજન અધધધ છે. ૧૩.૫ ફુટ ઊંચો અને ૧૪.૭ ફુટ વ્યાસ ધરાવતા ઘંટનું વજન પંચાવન ટન એટલે કે લગભગ ૪૯,૮૯૫ કિલોગ્રામ જેટલું છે. તાંબા અને ટિનથી  બનાવેલા આ ઘંટની ઉપર અદભુત કોતરણી પણ કરવામાં આવી છે. આ ઘંટ બનાવવાની પ્રક્રિયા છેલ્લા ચાર વર્ષથી ચાલી રહી હતી. બે વર્ષ પહેલાં આવો જ ઘંટ બનાવવામાં આવ્યો હતો. પરંતુ એ ફાઇનલ પ્રક્રિયા સુધી પહોંચે એ પહેલાં જ વજનને કારણે એમા ં તિરાડ પડવાની શરૂઆત થઇ ગઇ હતી. એને કારણે તે પ્રયોગ પડતો મુકવો પડયો. ઉત્પાદકો એન  નવેસરથી નવી ધાતુ અને નવી પ્રક્રિયાથી ફરીથી જાયન્ટ ઘંટ બનાવવાનું શરૂ કર્યુ હતું જેમાં સફળતા મળી છે. જોકે આ ઘંટને બ્રાઝિલના ટ્રિન્દાજી શહેરના એક ચર્ચામાં લગાવવાનો છે એટલે પોલેન્ડથી આ ચર્ચ સુધી કઇ રીતે લઇ જવો એની હવે મગજમારી શરૂ થશે. આવતા વર્ષ સુધીમાં ઘંટને બોટ દ્વારા બ્રાઝિલ લઇ જવામાં આવશે.

(3:54 pm IST)