દેશ-વિદેશ
News of Saturday, 26th June 2021

બાંગ્લાદેશમાં કોરોના વાયરસનું ડેલ્ટા વેરિએંટ જોવા મળતા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે સોમવાર 28 જૂનથી નવી સૂચના સુધી દેશવ્યાપી કડક લોકડાઉનની જાહેરાત કરી છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે 108 મોત થયા છે. એક દિવસમાં મૃતકોની સૌથી મોટી સંખ્યા છે. બાંગ્લાદેશમાં કોરોનાના કારણે ડેલ્ટા વેરિઅન્ટનો હાથ છે. સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે કોરોના વાયરસનો ખતરનાક ડેલ્ટા વેરિઅન્ટ રાજધાની ઢાકામાં ફેલાયો છે. દેશની રાજધાનીમાં સ્વાસ્થ્ય સુવિધાઓ પર દબાણ વધ્યું છે.એક આદેશમાં કહેવાયું છે કે દરેક સરકારી અને પ્રાઈવેટ કાર્યાલય બંધ રહેશે. ઇમરજન્સી સિવાય કોઈ પણ ઘરેથી બહાર જઈ શકશે નહીં. તેમાં એમ પણ કહેવાયું છે કે લોકડાઉનના સમયે ફક્ત આપાત વાહનોના સંચાલનની અનુમતિ હશે. તમામ સરકારી તથા ખાનગી ઓફિસ બંધ રહેશે. તો ઉપરાંત કડક લોક ડાઉન ના પાલન માટે ઢાકા શહેરમાં આર્મી અને બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ ની પણ મદદ લેવાશે. લોકો ઘર બહાર નીકળે નહિ તેથી પોલીસ ની સાથે રહી આર્મી નિયંત્રણોનું પાલન કરાવશે. અધિકારીઓએ ગયા અઠવાડિયે સીમાવર્તી વિસ્તારોમાં વધતા સંક્રમણના કેસમાં સામુદાયિક સંક્રમણને રોકવા માટે રાજધાનીના દેશના અનેક ભાગને અલગ કરવાના પ્રયાસમાં ઢાકાની આસપાસના 7 કેન્દ્રીય જિલ્લામાં લોકડાઉન લગાવવાનો આદેશ કર્યો છે.

(5:21 pm IST)