દેશ-વિદેશ
News of Wednesday, 26th June 2019

પિતાએ મારવાથી નવજાતને ૯૬ ફેકચર્સઃ નવજાતનુ મોતઃ માતા-પિતાની ધરપકડ

હયુસ્ટન (અમેરિકા) માં એક યુગલને એમની ૧૦ અઠવાડિયાની બાળકીની હત્યાના મામલામાં ધરપકડ કરવામાં આવી છે.

જુલાઇ-ર૦૧૮ માં બાળકીને દવાખાનામાં ઇજાઓને લઇને દાખલ કરવામા આવી હતી જયાં એમનું મોત થયુ હતુ.

ઘણા મહિના પછી ઓટોપ્સીમાં બાળકીના શરીરમાં માર મારવાના કારણે ૯૬ ફેકચર્સ થયાનો ખ્યાલ આવ્યો હતો.    

(10:47 pm IST)