દેશ-વિદેશ
News of Wednesday, 26th June 2019

પાકિસ્તાનના લોરલાઈમાં પોલીસકર્મી શહીદ: ત્રણ આતંકી ઠાર

નવી દિલ્હી: બલુચિસ્તાનના લોરલાઈ શહેરમાં બુધવારના રોજ એક પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે થયેલ લડાઈમાં ત્રણ આતંકવાદીને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે જયારે એ દરમ્યાન એક પોલીસ કર્મી શહીદ થયા હોવાની માહિતી મળી રહી છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ લોરલાઇના જિલ્લા પોલીસ અધિકારી જવ્વાદ તારીકે જણાવ્યું હતું કે બે હથિયારબંધ આતંકી પોલીસ લાઈન વિસ્તારમાં ઘુસી ગયા હતા જ્યાં પરીક્ષા આયોજિત કરી રહી હતી જયારે પોલીસ કર્મીઓએ તેમને રોકવાની ના કહી તો તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું।

(6:42 pm IST)