દેશ-વિદેશ
News of Wednesday, 26th June 2019

ઘરમાં આગ લગતા અફડાતફડી: ત્રણ બાળકોના મોત: ઓસ્ટ્રેલિયાન ન્યુ સાઉથની ઘટના

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાન ન્યુ સાઉથ વેલમાં બુધવારના રોજ એક ઘરમાં આગ લાગવાની ઘટનામાં ત્રણ બાળકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે જયારે  મહિલાને ગંભીર રીતે ઇજા પહોંચી છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં એક 11 વર્ષીય યુવકનું ઘટનાસ્થળેજ મોત નીપજ્યું છે જયારે પાંચ વર્ષીય બે બહેનોને આગની ઝપેટમાંથી બહાર કાઢવામાં આવી હતી અને તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે.

(6:41 pm IST)