દેશ-વિદેશ
News of Wednesday, 26th June 2019

ડોક્ટર પાસે સારવાર લેવા માટે પહોંચ્યું ઘાયલ ડોગી

નવી દિલ્હી: જો કોઈ માનવીને ઇજા પહોંચે તો તે સીધા ડોક્ટર પાસે સારવાર લેવા માટે જાય છે પરંતુ શું તમે ક્યારે પણ સાંભળ્યું છે કે એક ઘાયલ શ્વાન ખુદ ડોક્ટર પાસે પહોંચ્યું હોય હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને સહુ કોઈ ઈમોશનલ થઇ જાય આ ઘટના ઈસ્તાંબુલની છે જેમાં એક ઘાયલ ડોગી ડોક્ટર પાસે જાય છે અને તેમની ભાવના ડોક્ટર સમજી જાય છે અને તેનો ઈલાજ કરે છે આ વીડિયોને અત્યારસુધીમાં 10 લાખથી પણ વધુ લોકો જોઈ ચુક્યા છે.

(6:40 pm IST)