ઇન્સ્ટાગ્રામ પર છવાઇ છે ૯૦ વર્ષની આ રંગરંગીલી દાદી
ન્યુયોર્ક તા. ર૬: હોલીવુડની અભિનેત્રીઓને પણ પાછળ રાખી દે એટલી લોકપ્રિયતા ઇન્સ્ટાગ્રામ પર ધરાવતી ૯૦ વર્ષની આ દાદી ફેશન-જગતની એકદમ ફલેમબોયન્ટ દાદી છે. ઇન્સ્ટાગ્રામ પર બડી વિન્કલ નામનું અકાઉન્ટ ધરાવતી આ દાદીની ફોલોઅર્સ છે રિહાના, માઇલી સાયરસ અને કલોઇ કડર્શિયાં જેવી ફેમસ હસ્તીઓ, આમ તો દાદીનું સાચું નામ છે હેલન વાન રૂથ વિન્કલ. તેના વોર્ડરોબમાં મિનીસ્કર્ટ્સ, સ્વિમ સૂટ, શિયર બોડીસૂટ અને કલરફુલ કપડાં તથા એકસેસરીઝનો ભંડાર છે. સોશ્યલ મીડિયા પર તેની પ્રેજન્સ એટલી જોરદાર છે કે ફેશનજગતની હસ્તીઓ પણ તેને ફોલો કરે છે અને મોટી ઉંમરે કેવા ઠસ્સા સાથે જીવન જીવી શકાય એ શીખે છે. દાદીએ પાંચ વર્ષ પહેલાં જ સોશ્યલ મીડિયા પર અકાઉન્ટ ખોલ્યું છે અને હવે તો ૩.૮ મિલ્યન ફોલોઅર્સ સાથે સતત ટ્રેન્ડમાં છે.