દેશ-વિદેશ
News of Wednesday, 26th June 2019

હોંગકોંગના આ ઉદ્યોગપતિ આખી યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓની

પાંચ વર્ષ સુધી ફી આપશે

લંડન, તા.૨૬: હોન્ગકોન્ગ શહેરના સૌથી ધનાઢય વ્યકિત લી કા-શિંગને સ્થાનિકો સુપરમેનના હુલામણા નામે બોલાવે છે. જોકે લીભાઇએ તાજેતરમાં ખરેખર સુપરમેનનો શોભાવે એવું કામ કર્યુ છે. તેમણે શેન્તો યુનિવર્સિટીના તમામ સ્ટુડન્ટસની ફી પોતે ભરવાનું નકકી કર્યુ છે. એ પણ માત્ર એક વર્ષ માટે નહીં, આગામી પાંચ વર્ષ માટે તેઓ આમ કરશે. તમામ વિદ્યાર્થીઓની એક વર્ષની કુલ ફી લગભગ ૯૯ કરોડ રૂપિયા જેટલી થાય છે. 'ફોર્બ્સ' મેગેઝિન અનુસાર લી કા-શિંગ હોન્ગકોન્ગના સૌથી ધનાઢય વ્યકિત છે. લીભાઇ હવે ૯૦ વર્ષના થઇ ચૂકયા છે અને તેમણે સ્થાપેલું ફાઉન્ડેશન આ યુનિવર્સિટીના ખાસ વર્ગના તમામ છાત્રોની ટયુશન-ફીની ભરપાઇ કરવાનું છે. લીનું માનવું છે કે એમ કરવાથી કદાચ સેંકડો પરિવારો પરનો આર્થિક બોજ ઘટશે અને વિદ્યાર્થીઓ નચિંત થઇને ભણવામાં મન પરોવી શકશે.

(1:11 pm IST)