દેશ-વિદેશ
News of Saturday, 26th May 2018

દક્ષિણ આફ્રિકામાં 50 ટકા વ્યાજ આપવાની લાલચ આપી લોકો સાથે લાખોની ઠગાઈ

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકામાં વધારે વ્યાજ દરની લાલચ આપીને 28 હજારથી વધુ લોકો સાથે ઠગાઈ આચરવાની ઘટના સામે આવી છે અને કુલ મળીને 8.3 કરોડ ડોલરથી વધારેની ઠગાઈ કરવામાં આવી છે.સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બિટકો ટ્રેડિંગ કંપનીએ  લોકોના પૈસા રોકાવીને વ્યાજ આપવાના બહાને લાખોની ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી રહી છે.દર અઠવાડિયે 14 ટકા અને 50 ટકા વ્યાજ આપવાની લાલચ આપીને લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી હતી.

(7:01 pm IST)