દેશ-વિદેશ
News of Saturday, 26th May 2018

આ ફળોના સેવનથી રહો લાંબા સમય સુધી સુંદર અને યુવાન

આજના યુગમાં છોકરા અને છોકરીઓ બંને સુંદર દેખાવા માંગે છે. આમ તો છોકરીઓમાં સુંદરતાને લઈ વધુ ક્રેઝ હોય છે. છોકરીઓ સુંદર ત્વચા મેળવવા માટે વિવિધ પ્રકારના બ્યુટી ટ્રીટમેન્ટનો ઉપયોગ કરે છે. પરંતુ, શું તમને ખબર છે કે મોંઘા કોસ્મેટીકસ  જ નહીં પરંતુ, તમારો સારો આહાર પણ તમને યુવાન દેખાવામાં મદદ કરી શકે છે.

જો તમે ગ્લોઈંગ સ્કિન મેળવવા ઈચ્છો છો તો તમારા ભોજનમાં વિટામીન સી યુકત ફળોને સામેલ કરો. સંતરા, લીંબુ દ્રાક્ષ જેવા ફળોમાં ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે. જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ખાટા ફળોના સેવનથી તમે તમારી ત્વચાને લાંબા સમય સુધી ચમકદાર બનાવી રાખી શકો છો.

સ્કિનને ટાઈટ રાખવા માટે અન્ય વિટામીન પણ ખૂબ જ જરૂરી છે. વિટામીન બી, ડી, ઈ કરચલીની સમસ્યાથી દૂર રાખે છે. તેના સેવનથી ત્વચા લાંબા સમય સુધી યુવાન રહે છે. સ્ટ્રોબેરી, બ્લૂબેરી, કેળા અને સફરજનને તમારા આહારમાં સામેલ કરો.

ચહેરા પર નિખાર લાવવા માટે એન્ટી એજીંગ ઓકિસડેંટ હોવુ પણ જરૂરી છે. તે ચહેરા પરથી ઉંમરના નિશાનો દૂર કરવામાં મદદ કરે છે. તે શરીરમાં ઓકિસકરણની પ્રક્રિયાને પણ ધીમી કરીને કરચલીની સમસ્યાને દૂર કરે છે.

(9:07 am IST)