દેશ-વિદેશ
News of Saturday, 26th May 2018

અવાર-નવાર થાક લાગવો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક

વર્તમાન સમયમાં દોડધામ ભર્યા જીવનમાં વધારે કામકાજના કારણે થાક લાગવો એ સામાન્ય સમસ્યા છે. જો આ  થાક ઉંઘ, આરામ અને ચાનો કપ લીધા બાદ પણ દૂર ન થાય તો તે ક્રોનિક ફટીગ સિંડ્રોમના લક્ષણ છે. આ ગંભીર બીમારી થયા બાદ આખો દિવસ આળસ આવે છે, જેની અસર માનસિક અને શાીરરિક સ્તર પર પડે છે. રોજીંદા જીવનમાં ફેરફાર કરવાથી, વ્યાયામ અને ડૉકટરની સલાહથી દવા લેવાથી આ સમસ્યા દૂર થાય છે. પરંતુ, આના પર ધ્યાન ન દેવાથી આ સમસ્યા વધી શકે છે. કારણ કે આ ગંભીર બીમારીમાં ક્રોનિક ફટીગના લક્ષણ જોવા મળે છે.

૧. હાર્ટ પ્રોબ્લેમ્સ : હાર્ટ એટેક આવવાના કેટલાક સપ્તાહ પહેલા સતત થાકના લક્ષણ જોવા મળે છે. પરંતુ, આ લક્ષણ પુરૂષોથી વધુ સ્ત્રીઓમાં જોવા મળે છે.

ધ્રૂમપાન અને દારૂ જેવા નશાથી સંપૂર્ણ દૂર રહો. ૩૦થી ૬૦ મિનીટ સુધી એરોબિક એકસરસાઈઝ કરો. સંતુલીત અને પોષ્ટિક આહાર લેવો. કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર પર કંટ્રોલ રાખો.

૨. લિવર પ્રોબ્લેમ : સતત થાક રહેવાના કારણે લીવર ઉપર ખરાબ અસર પડે છે. ડ્રગ્સ લેનારને હેપેટાઈટીસ-સીની સમસ્યા પણ થઈ શકે છે. આ સમસ્યા થતા દર્દીમાં થોડો તાવ, ભૂખ ન લાગવી, શરીરમાં દર્દ અથવા ફલૂના લક્ષણ જોવા મળે છે.

 

(9:07 am IST)