દેશ-વિદેશ
News of Saturday, 26th May 2018

પ્રેગનેન્સી બાદ પેટની ત્વચા ઢીલી પડી ગઈ છે?

મોટા ભાગે ડીલીવરી બાદ મહિલાઓનું વજન વધી જાય છે. જેના કારણે તેની ત્વચા ઢીલી થઈ જાય છે. કેટલીક મહિલાઓના પેટ પર સ્ટ્રેચ માર્કસ પણ પડી જાય છે. જે દેખીતા બહુજ ખરાબ લાગે છે. મહિલાઓ આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કેટલીય રીતો અપનાવે છે. પરંતુ, કોઈ ફાયદો થતો નથી. કેટલીક એવી ટીપ્સ છે જેના દ્વારા તમે તમારી ઢીલી ત્વચામાં કસાવ લાવી શકો છો.

૧. જો પ્રેગનન્સી બાદ તમારી ત્વચામાં ઢીલાશ આવી ગઈ છે તો તમારા ખાવામાં પ્રોટીનયુકત આહાર સામેલ કરો. જેમકે, અંકુરીત ચણા, માછલી, ન્યૂટ્રીલા, દૂધ, વગેરેનું સેવન કરવાથી ત્વચામાં કસાવ આવે છે.

૨. ત્વચામાં કસાવ લાવવા માટે દરરોજ ૧૦ મિનીટ સુધી વિટામીનયુકત ક્રિમથી મસાજ કરવું. એવુ કરવાથી તમારી પેટની ત્વચામાં રકતનો સંચાર યોગ્ય રીતે થશે અને તેમાં કસાવ આવશે.

૩. તમારા આહારમાં ફાઈબર, પ્રોટીન, ફળ, લીલા શાકભાજી, વગેરેને સામેલ કરો. આ વસ્તુઓમાં ફેટની માત્રા ના બરાબર હોય છે. આ ઉપરાંત ભરપુર માત્રામાં પાણીનું સેવન કરો. ભરપૂર માત્રામાં પાણીનું સેવન કરવાથી શરીરમાં રહેલ વિષકત પદાર્થ બહાર નીકડી જાય છે. જેથી પેટની ત્વચા ટાઈટ થઈ જાય છે.

(9:06 am IST)