દેશ-વિદેશ
News of Monday, 26th April 2021

ઈંડોનેશિયાના પાપુઆમાં વિરોધીઓ સાથે જબરદસ્ત સંઘર્ષમાં બ્રિગેડિયર જનરલનું મોત

નવી દિલ્હી:ઈંડોનેશિયાના પાપુઆ પ્રાંતમાં સુરક્ષાબળો અને વિદ્રોહીઓ વચ્ચે ચાલી રહેલ સંઘર્ષમાં બ્રિગેડિયર જનરલનું મોત નીપજ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે. અધિકારીઓ દ્વારા મોતના સમાચાર મળી રહ્યા હતા. પાપુઆ પ્રાંતમાં 8 એપ્રિલથી વિદ્રોહીઓ અને સુરક્ષાબળો વચ્ચે જબરદસ્ત સંઘર્ષ ચાલી રહ્યો હતો અને સંઘર્ષની શરૂઆત સમયે થઇ હતી જયારે વિદ્રોહીઓએ ત્રણ શાળામાં આગ લગાવી દીધી હતી અને એક અધ્યાપકની હત્યાને અંજામ આપ્યું હતું પછી વિદ્રોહીઓ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી માટે સેના અને ઇન્ટેલિજેસ ફોર્સે સાથે મળી ઓપરેશન શરૂ કર્યું હતું સેનાનું માનવું છે  ઘટનામાં ફ્રી પાપુઆ ઓર્ગેનાઇઝેશન સૈનિક વિંગ પાપુઆ લિબરેશન આર્મીનો હાથ છે.

(6:04 pm IST)