દેશ-વિદેશ
News of Monday, 26th April 2021

વિશ્વની પ્રખ્યાત કંપની ડિઝનીએ બનાવ્યો એક લેટેસ્ટ રોબોટ:સેન્સિબલ રોબોટમાં કેમેરા સહીત લેટેસ્ટ ટેકનોલોજી ફિટ કરવામાં આવી

નવી દિલ્હી: દુનિયામાં તમે ઘણાં બધા રોબોટ જોયા હશે અને તમે એનાથી પ્રભાવિત પણ થયા હશો. પરંતુ કાર્ટૂન, એનિમેશન અને રિયાલિસ્ટિક મૂવી બનાવતી વિશ્વની પ્રખ્યાત કંપની ડિઝનીએ એક અભૂતપૂર્વ રિસર્ચ કરીને દુનિયાનો સૌથી લેટેસ્ટ રોબોટનું નિર્માણ કર્યું છે. સેન્સિબલ રોબોટમાં લેટેસ્ટ ટેક્નોલોજી અને કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. જે સામે આવેલ માણસને રિસ્પોન્સ આપે છે.

ડિઝનીની વૈજ્ઞાનિક ટીમે લેટેસ્ટ રોબોટને પ્રકારે ડેવલોપ કર્યો છે કે, રોબોટ માત્ર આંખોમાં નહીં, પરંતુ ગળા, મોઢાનો ભાગ હલાવીને એક્શન સામે રેકશન આપી શકે છે. સાથે આંખોની ભ્રમરથી ઈશારો કરીને જવાબ આપે છે.રોબોટ તેના કેમેરા સામે આવેલા વ્યક્તિની એક્ટિવિટીને કેપ્ચર કરીને કવિક રિસ્પોન્સ આપે છે.

(6:03 pm IST)